વલસાડમાં એમ.સ્કેવર મોલના ડી પીઝા અને વાપીની રેસ્ટોરન્ટમાંથી લીધેલા ખાદ્ય સામગ્રીના નમૂના નાપાસ
વલસાડ, 21 જુલાઈ (હિ.સ.)-જુલાઈ ૨૦૨૫ના માસમાં વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા લેવાયેલ ખાદ્ય નમૂનાઓમાંથી ત્રણ નમૂનાઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જે અંગે તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી છે
Valsad


વલસાડ, 21 જુલાઈ (હિ.સ.)-જુલાઈ ૨૦૨૫ના માસમાં વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા લેવાયેલ ખાદ્ય નમૂનાઓમાંથી ત્રણ નમૂનાઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જે અંગે તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી છે.

તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના તિથલ રોડ પર આવેલા M Square Mallના પહેલા માળે આવેલી D-Pizza (Shop No. 101 થી 106) માંથી ચાલતા મેસર્સ મૈત્રક ફૂડ્સના વેન્ડર તથા પાર્ટનર ગ્રંથિલ હેમેશકુમાર દેસાઈ પાસેથી ટોમેટો સૂપ અને ડ્રાય મંચુરિયનના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

ત્યારે વાપી ખાતે સર્વે નં. 134માં આવેલ શાંતિ કોમ્પ્લેક્ષની શોપ નં. 8/109 માંથી મેસર્સ Exquisite Palate LLP દ્વારા ચલાવવામાં આવતી મોતી મહેલ ડિલક્સ TANDOOR TRAIL રેસ્ટોરન્ટમાંથી પનીરનો નમૂનો લેવાયો હતો. રેસ્ટોરન્ટના મેનેજર તરીકે અંજન સમર મૈતીની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે.

આ તમામ નમૂનાઓ ફૂડ એનાલિસ્ટ દ્વારા પરીક્ષણ માટે મોકલાયા બાદ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યો છે કે બંને કેસમાં જવાબદાર બિઝનેસ ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande