ગીર સોમનાથ, 21 જુલાઈ (હિ.સ.)
જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ - અલગ જગ્યાએ શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકાના અલગ - અલગ વિસ્તારો માંથી ઘઉં-૧૩૨૦ કિ.ગ્રા., ચોખા-૫૯૦ કિ.ગ્રા., ચણા-૯૬૦ કિ.ગ્રા., વજન કાટો-૧, રિક્ષા-૨ તથા બોલેરો પીકપ વાહન-૧ એમ કુલ મળી રૂા.૭,૫૬,૦૯૦/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ