કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ
ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા વેરાવળ ખાતે બની રહેલી જેટીના હેવી લોડ
સમિતિ બેઠક યોજાઈ


ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)

જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા વેરાવળ ખાતે બની રહેલી જેટીના હેવી લોડેડ વાહનોમાં ટેટ્રાપોલ ભરી ટ્રાન્સપોર્ટેશન અંગે, જાહેરનામા ભંગ અંગે, પવનચક્કી તેમજ ધામળેજ ખાતે દીવાદાંડીની કામગીરી, તાલાલા પંથકમાં બે વર્ષથી ખેડૂતોના પાણીપત્રક નોંધ જેવા પ્રશ્રો રજૂ કરવામાં આવ્યાં હતાં.

કલેકટરએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોની સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરી હતી.

જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી લાવી અને અન્ય વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરએ સંલગ્ન વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતાં.

આ ઉપરાંત જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કાર્યરત કર્મચારીઓને કચેરી સમય દરમિયાન ઈણાજ અને તાલાળા ખાતે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા, ખેતીવાડી વીજ કનેક્શનમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ, ખેતર ફરતેની લોખંડની ફેન્સીંગમાંથી પસાર થતા વીજ પ્રવાહને કારણે પ્રાણીઓના નીપજતા મૃત્યુને રોકવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની અધ્યક્ષસ્થાનેથી સૂચના આપવામાં આવી હતી.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીદ્વારા ૧૫ વર્ષ જૂના સરકારી વાહનોને સ્ક્રેપ અને રદ કરવામાં થતી કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર રાજેશ આલે કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને માર્ગ અને મકાન (રાજય અને પંચાયત), સિંચાઇ, જળસિંચન સહિત વિવિધ કચેરીઓના કાર્યપાલક ઇજનેરઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande