ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસામાં વાહનચાલકોને તકલીફ ન પડે તે હેતુથી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા રોડ રસ્તાની મરામતની કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલે ચોક્કસ દિશા નિર્દેશો આપ્યા છે. જેના અનુસંધાને જિલ્લામાં ચોમાસાના પરિણામે નુકસાન થયેલા રસ્તાઓનું સર્વે કરીને તેના રીપેરીંગનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
જે અંતર્ગત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલાલા-વેરાવળ માર્ગ પર ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ