ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.) માહિતી નિયામકની કચેરી, ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત છે. આ કચેરી સરકાર અને મીડિયા વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટેની એક મહત્વપૂર્ણ કડી છે. એ જ રીતે, મીડિયાના માધ્યમથી જાહેર જનતામાં સત્તાવાર માહિતીનો પ્રચાર-પ્રસાર થાય તે સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે.
જાહેર જનતાને સરકારની સત્તાવાર માહિતી સરળતાથી પહોંચે તે માટે માહિતી નિયામકની કચેરી દ્વારા 'Gujarat Information' નામની વોટ્સઅપ ચેનલ શરૂ કરવામાં આવી છે. આ લીંકના માધ્યમથી https://whatsapp.com/channel/0029VaTfD2nKwqSbFOGPlm22 ચેનલમાં જોડાઇને ગુજરાત સરકારની સત્તાવાર માહિતી સરળતાથી મેળવી શકો છો.
આ ચેનલ ઉપર રાજ્ય સરકારના વિવિધ જનહિતલક્ષી નિર્ણયો, ઓફિશિયલ પ્રેસ રિલીઝ, અખબારી યાદી, વિવિધ યોજનાકિય માહિતી, ખાસલેખ, કાર્યક્રમોના ઓફિશિયલ વિડિયો લીંક, ક્રિએટિવ ઇમેજ જેવી બાબતો દૈનિક રીતે મેળવી શકશો.
જેના થકી જાહેર જનતાને સચોટ અને સમયસર માહિતી મળી રહે છે. રાજ્ય સરકાર અને નાગરિકો વચ્ચેના સંવાદસેતુ બનવાના હેતુ સાથે કાર્યરત માહિતી વિભાગની વોટસઅપ ચેનલ સાથે જોડાવવા નમ્ર અનુરોધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ