ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગા સુધી સ્વ મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા દાંતનો ફ્રી નિદાન કેમ્પ ની સાથે જરૂરી દવાઓ પણ આપવા નું આયોજન કરવામાં આવેલ તેમાં શિવ ડેન્ટલ કેર વેરાવળ ના ડૉ અનિરુધ્ધ મોરી BDS (સિવિલ હોસ્પિટલ અમદાવાદ) દ્વારા આ સેવા આપવામાં આવેલ આ કેમ્પ માં દરેક સમાજ ના લોકો એ આશરે અઢિસોથી પણ વધુ દર્દી ઓ એ લાભ લીધેલ જેમાં નિદાન ની સાથે દવાઓ પણ ફ્રી આપવામાં આવેલ વેરાવળ ના તમામ ભાઈઓ બહેનો એ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા ને હૃદય પૂર્વક આશીર્વાદ આપેલ હતાં આ સંપૂર્ણ આયોજન ભારતીય જનતા પાર્ટીના કિશોરભાઈ કુહાડા ની સૂચના મુજબ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ કુહાડા ના અધ્યક્ષતામા કરવામાં આવેલ જેમની સાથે દરેક સમાજ નાં આગેવાનો સાથે દરેક મિત્રમંડળ તેમજ ખારવા સમાજ ના યુવા કાર્ય કરતા વગેરે એ આ સેવાકીય કાર્ય માં જોડાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ