ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પરના પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ટૂ-વ્હીલ અને ઓટોરિક્ષા સિવાયના તમામ ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ
ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.) ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પર આવેલ પુલ જર્જરીત હાલતમાં હોવાથી સમારકામ કરવાની જરૂરિયાત જણાતા ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પરના પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ટૂ-વ્હીલ અને ઓટોરિક્ષા સિવાયના તમામ ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ


ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)

ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પર આવેલ પુલ જર્જરીત હાલતમાં હોવાથી સમારકામ કરવાની જરૂરિયાત જણાતા ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે.

આ જાહેરનામા અનુસાર ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પર આવેલ પુલ ઉના-કોડીનાર નેશનલ હાઇવે તથા ઉના- ભાવનગર નેશનલ હાઇવે પસાર થતો હોવાના કારણે પુલનું નિરીક્ષણ કરતા આ પુલની હાલની સ્થિતિ નબળી જણાય છે.

જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની સંભાવના હોય આગમચેતીના ભાગરૂપે આ બ્રીજનું સમારકામ ન થાય અથવા તો નવુ બાંધકામ ન થાય ત્યાં સુધી ટૂ-વ્હીલ અને ઓટોરિક્ષા સિવાયના તમામ ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે.

આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલ વાહનોના વૈકલ્પીક રૂટ તરીકે (૧) ઉના-કોડીનાર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રિજ હાઈવે થઈ કોડીનાર તેમજ (૨) ઉના-ભાવનગર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ હાઈવેથી આવવા-જવાનું રહેશે.

આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande