ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.) ગાંધીનગર ખાતે આવેલી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કમિશનરની કચેરી તથા ગીર સોમનાથ જિલ્લાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુકત ઉપક્રમે તાલુકા કક્ષાનો કલામહાકુંભ - 2025 યોજાનાર છે.
આ કલામહાકુંભ કાર્યક્રમ તા. 25 થી 26 જુલાઈ, 2025 દરમિયાન ડૉ. ભરત બારડ શૈક્ષણિક સંકુલ, સુત્રાપાડા ખાતે યોજાશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં સર્જનાત્મકતા, સાહિત્ય, સંગીત અને નૃત્ય કલાઓનું ઉન્નત ક્ષેત્રે પ્રોત્સાહન કરવાનો છે.
તા. 25/07/2025ના રોજ યોજાનાર સ્પર્ધાઓ: વકતૃત્વ સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા,ચિત્રકલા સ્પર્ધા
તા. 26/07/2025ના રોજ યોજાનાર સાંસ્કૃતિક સ્પર્ધાઓ:
ભરતનાટ્યમ,એકપાત્રિય અભિનય,તબલા,હાર્મોનિયમ, લોકગીત,ભજન,સુગમ સંગીત,લગ્નગીત,લોકનૃત્ય,રાસ,ગરબા,
સમૂહગીત
આ તમામ સ્પર્ધાઓનો આરંભ સવારે 8:00 વાગ્યે થશે.
આ કલામહાકુંભમાં તાલુકાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે અને પોતાનું કૌશલ્ય રજૂ કરશે. કાર્યક્રમનું આયોજન યથાવિધાન રીતે કરવામાં આવ્યું છે જેથી યુગને સંતુલિત વિકાસ તરફ પ્રેરણા મળે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ