ગીર સોમનાથ, 21 જુલાઈ (હિ.સ.)
તાલાળા શહેરમાં માનસ સત્યસંગ હોલમાં ચાલી રહેલ 13 દિવસની અખંડ રામધૂન નું આજે સમાપન થઈ રહ્યું છે ત્યારે પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજની પ્રેરણા અને પૂજ્ય બિહારી બાપુ ના આશીર્વાદથી તાલાળામાં સતત 38 માં વર્ષે રામધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવથી જીગ્નેશભાઈ સહિતના રામ પ્રેમી ગાયકો અને ધૂન મંડળો તાલાળા પહોંચ્યા હતા સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા
ભાવિકો માટે પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તાલાળા નગરમાં 13 દિવસથી અખંડ રામધૂનથી ભક્તિમય માહોલ સવાયો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ