સહેસા ગામમાં એલસીબીની જુગાર રેડ: ૨૦ શખ્સો ઝડપાયા, રૂ. ૯.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયકના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણ દ્વારા કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહેસા ગામે જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી. સ્થળ પરથી ૨૦ શખ્સોને ઝડપવામાં આવ્યા છે, જ્યારે મકા
સહેસા ગામમાં એલસીબીની જુગાર રેડ: ૨૦ શખ્સો ઝડપાયા, રૂ. ૯.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત


પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયકના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણ દ્વારા કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહેસા ગામે જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી. સ્થળ પરથી ૨૦ શખ્સોને ઝડપવામાં આવ્યા છે, જ્યારે મકાનમાલિક જુગાજી ચમનજી ઠાકોર ફરાર છે.

પોલીસે આ દરોડા દરમિયાન રૂ. ૬૧,૪૦૦ની રોકડ રકમ, બે કાર (કિંમત અંદાજે રૂ. ૭ લાખ), ૨૦ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૧.૯૧ લાખ) અને જુગાર સાહિત્ય મળી કુલ રૂ. ૯.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલામાં કાકોશી પોલીસ મથકે જુગારધારા કલમ ૪ અને ૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તેઓના નામ અને રહેઠાણ નીચે મુજબ છે:

1. બિસ્મિલ્લાખાન અકબરખાન ડેર (બસુ, વડગામ, બનાસકાંઠા)

2. હૈદરભાઈ ફતેહભાઈ સિંધી (ટેકરાવાસ, સિદ્ધપુર, પાટણ)

3. અસલમખાન જલાલખાન પઠાણ (પનાગરવાડો, પાટણ શહેર)

4. અબ્બાસભાઈ અબ્દુલ રહેમાન ખલીફા (જુના ડાયરા, પાલનપુર)

5. હુસૈન ગુલમહુસૈન ખાટકી 3 (અમતોલ દરવાજા, વડનગર)

6. સલીમ મહમંદ તાજમહમંદ મકરાણી (અમતોલ દરવાજા, વડનગર)

7. મેહબુબખાન ઇમામખાન નાગોરી (જુના ચોરા, બસુ, વડગામ)

8. સરવરખાન સમશેરખાન પઠાણ (અમતોલ દરવાજા, વડનગર)

9. અશોકકુમાર મોહનલાલ સિંધી (સુખબાગ રોડ, વિશ્વકર્મા સોસાયટી, પાલનપુર)

10. સાબીર હૈદરભાઈ સિંધી (તાહિરપુરા, સિદ્ધપુર)

11. મકરાણી દિનમહમદ ગુલમહમદ (અમતોલ દરવાજા, વડનગર)

12. હુસૈનભાઈ હબીબભાઈ મુમન (ડીડોલ વાસ, કાકોશી)

13. બનેસંગ ગજેસંગ ઝાલા (બંસીધામ સોસાયટી, સિદ્ધપુર)

14. ઇમરાનભાઈ હમીદભાઈ નાગોરી (ત્રીણ બત્તી, પાલનપુર)

15. મોહસિન હૈદરખાન નાગોરી (નવાવાસ, રહીમપુરા, સિદ્ધપુર)

16. ઠાકોર જયંતીજી મદારજી (વેરાઈ ચકલા, પાટણ શહેર)

17. નરેશભાઈ જ્ઞાનચંદભાઈ સેજવાણી સિંધી (અમરલાલ સોસાયટી, ટુઢિયાવાડી, પાલનપુર)

18. વિનોદભાઈ ઉગરાભાઈ સોલંકી (ફુલપુરા, સિદ્ધપુર)

19. હસમુખભાઈ મણીલાલ સોલંકી (અમરપાર્ક સોસાયટી, દુખવાડો, પાટણ)

20. જીતેન્દ્રભાઈ મોહનભાઈ પરમાર (બસુ જુના ચોરા, વડગામ)

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande