મહેસાણા, 21 જુલાઈ (હિ.સ) : મેદસ્વિતા ઘટાડવા દવા નહીં, જીવનશૈલીમાં બદલાવ જરૂરી
મેદસ્વિતા એટલે કે વધેલું વજન આજે એક મોટી સમસ્યા છે. તેને કારણે તણાવ, ચિંતા અને આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. ઘણા લોકો તણાવ દૂર કરવા દવાઓ લે છે, પણ લાંબા સમય સુધી તેનો ઉપયોગ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. દવાઓ લેવાને બદલે કુદરતી ઉપાયો અપનાવવાથી વધારે ફાયદો થાય છે.
ગુજરાત સરકારે “સ્વસ્થ ગુજરાત” અભિયાન શરૂ કર્યું છે, જે લોકોમાં મેદસ્વિતા વિશે જાગૃતિ લાવે છે. વજન ઓછું કરવા માટે રોજબરોજ થોડી ઝડપી ચાલ, યોગ, વ્યાયામ અને સાદો, હેલ્ધી ખોરાક અપનાવવો જોઈએ. દૂધ, શાકભાજી, ફળો, ઓછું તેલ અને પૂરતું પાણી લેવાથી તંદુરસ્તી જળવાય છે.
મેદસ્વિતા અને તણાવની સમસ્યા મટાડવા માટે પરિવાર અને મિત્રોનો સહારો, કાઉન્સેલિંગ અને યોગ ખૂબ મદદરૂપ થાય છે. મન શાંત રહે તો ખોટા ખોરાકની ઈચ્છા પણ ઘટે છે. દવાઓ વગર પણ સારી આરોગ્યવાળી જીવનશૈલી શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR