વલસાડ, 21 જુલાઈ (હિ.સ.)-ગુજરાત રાજયમાં ગામે
ગામ થઈ રહેલી પ્રાકૃતિક ખેતી અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં
પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા કરવામાં
આવ્યું હતું. જેમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક
ખેતી વિશે કૃષિ સહાયક (એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ) સરિતાબેન ઠાકર્યા દ્વારા માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેકટના કરંજવેરી ગામના કૃષિ સખી નયનાબેન ઠાકર્યા તથા
રાજપુરી તલાટ ગામના કોમ્યુનિટી રિસોર્સ પર્સન કામિનીબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં
ગાયના ગોબર અને ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો કેવી રીતે ઉપયોગ
ખેતીમાં કરવામાં આવે છે તે અંગે ખેડૂતમિત્રોને માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે