રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ
રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા સિક્સ-લેન માર્ગના કામમાં થઈ રહેલી વિલંબિત કામગીરીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના આ રોષનો આજે વિસ્ફોટ થયો, જ્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ આ નેશનલ
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ


રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા સિક્સ-લેન માર્ગના કામમાં થઈ રહેલી વિલંબિત કામગીરીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના આ રોષનો આજે વિસ્ફોટ થયો, જ્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ આ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામના પગલે હાઈવે પર લાંબી વાહનજથ્થાની કતાર લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી.

વિશેષ જાણકારી અનુસાર છેલ્લા ઘણા મહિનાઓથી આ હાઈવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સાડા ત્રણ લેન સુધી પૂરું થયેલું કામ હજુ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા વાહનચાલકોને રોજિંદા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડના બાજુએ ખાડા અને અધૂરા કામના કારણે ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. રસ્તાની હાલત અત્યંત બિસમાર બની ગઈ છે અને ઉપરથી કોઈ પણ પ્રકારની સંરક્ષણ વ્યવસ્થા ન હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ગંભીર અકસ્માતો પણ બની રહ્યા છે.

આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર અને માર્ગ નિર્માણ કંપની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે જો કામ ઝડપથી પૂર્ણ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ ભારે આંદોલન ચલાવવામાં આવશે. સ્થાનિક લોકોએ પણ કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande