કતારગામમાં પોલીસે 13 જુગારીયાઓને પકડી 30 હજારની રોકડ જપ્ત કરી
સુરત, 21 જુલાઈ (હિ.સ.)- શહેરના કતારગામ વિસ્તારમાં ચામુંડા નગર પાસે જુગાર રમતા 13 જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 30,000ની મત્તા જપ્ત કરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે કતારગામ વ
કતારગામમાં પોલીસે 13 જુગારીયાઓને પકડી 30 હજારની રોકડ જપ્ત કરી


સુરત, 21 જુલાઈ (હિ.સ.)- શહેરના કતારગામ વિસ્તારમાં ચામુંડા નગર પાસે જુગાર રમતા 13 જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 30,000ની મત્તા જપ્ત કરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કતારગામ પોલીસને બાતમી મળી હતી કે કતારગામ વિસ્તારમાં આવેલ ચામુંડા નગર સોસાયટીમાં ગણેશ બિલ્ડીગ બીજા માળે દરવાજાની બહાર આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે કતારગામ પોલીસે છાપો મારી જુગાર રમતા શૈલેષભાઇ નારણભાઇ વિરગામા (રહે- ઘરનં. 101 મારૂતિ કોમ્પલેક્ષ ધ્રુવતારક કતારગામ), હરેશભાઇ વિનુભાઇ મેળજીયા (રહે- ઘરનં. 204 પ્રથમ એપાર્ટમેન્ટ કુબેરપાર્ક ચોકબજાર), ગોપાલભાઇ બચુભાઇ વસાણી (રહે- 101 કુબેરપાર્ક નગર 01 ચોકબજાર), ખુશાલભાઇ વજુભાઇ સોલંકી (રહે-ઘર નં. 146 ત્રીજા માળે ગાયત્રી નગર શેરી નં 02 રચના સર્કલ પાસે કાપોદ્રા), નિલેશભાઇ ઘનશ્યામભાઇ કાનાણી (રહે-ઘર નં. 465 બીજા માળે હાઉસીંગ બોર્ડ અમરોલી), મુકેશભાઇ લક્ષ્મણભાઇ મકવાણા (રહે-ઘર નં. 846 બીજા માળે રીલાયન્સ હાઉસીંગ બોર્ડ શ્રી રામ ચોકડી અમરોલી), વિજયભાઇ છગનભાઇ મકવાણા (રહે- ઘરનં. એચ/4 બિલ્ડીંગ 300/બી ગ્રાઉન્ડ ફલોર આવાસ અમરોલી), શાંતીભાઇ રમેશભાઇ વાટુકિયા (રહે- ઘરનં. 203 ગોપીનાથ બિલ્ડીંગ મનોજભાઇના ખાતામા બીજા માળે નંદુડોશીની વાડી કતારગામ), જયેશભાઇ ઘુડાભાઇ દલવાણીયા (રહે- ઘર નં. 846 બીજા માળે રીલાયન્સ હાઉસીંગ બોર્ડ શ્રી રામ ચોકડી અમરોલી), મહેશભાઇ ધારશીભાઇ મેટાળ (રહે-ઘર નં.બી/22 ત્રીજા માળે શિવછાયા સોસાયટી વેડરોડ), દિનેશભાઇ વીરસીંગભાઇ સોલંકી (રહે.- ગામ-સોઢી તા.ધોલેરા જી.અમદાવાદ), પ્રકાશભાઇ રમેશભાઇ ઠાકોર (રહે-ઘર નં. 626 પહેલા માળે રીલાયન્સ હાઉસીંગ બોર્ડ શ્રી રામ ચોકડી અમરોલી) અને રણજીતભાઇ રમેશભાઇ મેટાળ (રહે-ઘર નં.બી/11 ત્રીજા માળે શિવછાયા સોસાયટી વેડરોડ સુરત)ને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપિયા 28,450 અને ઉપરના રોકડા રૂપિયા 1850 મળી કુલ રૂપિયા 30,300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande