રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડીપાર કરાયેલા બે ઈસમો તથા એક મહિલાને કાયદેસર પકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહોમદખાન મહોબતખાન બ્લોચ રહે. ભેસાણ રોડ જૂનાગઢ, કિશન બુધ્ધાભાઈ નંદાસીયા રહે. મો.શ્રીરામ પાર્ક - ખોડીયાર ચોક, રાજકોટ તથા વનીતાબેન રમેશભાઈ સીતાપરા રહે. શાંતી નગર, રાજકોટ – આ ત્રણેય પર તડીપારનો હુકમ હોવા છતાં તેઓ રાજકોટ શહેર વિસ્તારમાં અવ્યાધ રીતે ફરતા હોવાનું થોરાળા પોલીસને બાતમી મળતી તાત્કાલિક ટીમે સ્થળ ઉપર પહોંચી ત્રણેયને કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી.કાયદેસરની પ્રક્રિયાને અનુરૂપ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તડીપારના હુકમની અવગણના કરવાને કારણે પોલીસ દવારા ગુનાહિત ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત અધિનિયમ (P.A.S.A.) તથા તડીપાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે તડીપાર કરાયેલા ઈસમો દ્વારા નિયમનો ભંગ કરવો ગંભીર ગુનો ગણાય છે અને આવી કોઈ પણ કાયદાવિરૂદ્ધ પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો સામે કડક પગલા લેવામાં આવશે.
થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે ચોકસાઈપૂર્વક કામગીરી કરી. પોલીસે માહિતી આપી છે કે શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા કડક પગલા લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai