રણાવવમાં ધાર્મિક સ્થળોના ડીમોલેશનને લઈ ને વિરોધ.
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)રાણાવાવના આદિત્યાણા વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર આવેલા ધાર્મિક સ્થાનોના ડિમોલીશન અંગેની નોટીશ મામલતદાર કચેરી દ્વારા પાઠવામાં આવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આજે આદિત્યાણા વિસ્તારના લોકોએ બંધ પાળી હજા
રણાવવમાં ધાર્મિક સ્થળોના ડીમોલેશનને લઈ ને વિરોધ.


રણાવવમાં ધાર્મિક સ્થળોના ડીમોલેશનને લઈ ને વિરોધ.


રણાવવમાં ધાર્મિક સ્થળોના ડીમોલેશનને લઈ ને વિરોધ.


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)રાણાવાવના આદિત્યાણા વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર આવેલા ધાર્મિક સ્થાનોના ડિમોલીશન અંગેની નોટીશ મામલતદાર કચેરી દ્વારા પાઠવામાં આવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આજે આદિત્યાણા વિસ્તારના લોકોએ બંધ પાળી હજારોની સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે પહોચ્યા હતા અને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.રાણાવાવ આદિત્યાણા વિસ્તારમાં આવેલા તપસ્વી બાપુની સમાધી, દત્તત્રેય અને વરૂડી માતાજીના મંદિર સરકારી જમીન અને ગૌચારની જમીન પર આવેલુ હોવાનુ જણાવી રાણાવાવ મામલતદાર દ્વારા તા. 22-07-2025ના રોજ ડિમલીશનની નોટીશ આપવામાં આવતા આદિત્યાણા વિસ્તારના લોકોએ વિરોધ કયો હતો. પોરબંદર માકેટીગ યાર્ડના ચેરમેન અને આદિત્યાણાના આગેવાન લક્ષ્મણભાઈ ઓડેદારાની આગેવાની હેઠળ આજે સોમવારે હજારોની સંખ્યામાં ભાઈ-બહેનો મામલતદાર કચેરી ખાતે એકત્રીત થયા હતા અને મામલતાદરને આવેદન આપી ધાર્મિક સ્થળોનુ ડિમોલીશન નહિં કરવા રજુઆત કરવામાં આવી હતી આ અંગે મામલતદારે પણ સકારાત્મ પ્રત્યુતર આપી આગામી દિવસોમા યોગ્ય કરવાની ખાત્રી આપી હતી આગેવાન લક્ષ્મણભાઇ ઓડેદરાએ એવુ જણાવ્યુ હતુ આ મંદિર લોકોની આસ્થાનુ કેન્દ્ર છે જેતે સમયે ગ્રામ પંચયત અને નગરપંચાયત દ્રારા મંદિરનો વિકાસ કરવામાં આવ્યો હતો અહિં ધાર્મિક અને સામાજીક કાર્યો આ સ્થાન પર કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ ધાર્મિક સ્થાનોનુ ડિમોલીશન કરવામાં ન આવે તેવી સ્થાનિકોની માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande