રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે, પોતાના ઘરે લગાવ્યા સ્માર્ટ મીટર
રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) રાજકોટ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવીને રાજ્યમાં ચાલી રહેલા સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે મહત્વનો સંદેશ આપ્યો છે. ડૉ. શાહે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)ને લેખિતમાં અરજી આપી પો
રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે પોતાના ઘરે લગાવ્યા સ્માર્ટ મીટર


રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) રાજકોટ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવીને રાજ્યમાં ચાલી રહેલા સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે મહત્વનો સંદેશ આપ્યો છે. ડૉ. શાહે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)ને લેખિતમાં અરજી આપી પોતાના ઘરના પરંપરાગત મીટર બદલે સ્માર્ટ મીટર લગાવવાની માંગ કરી હતી. PGVCLના અધિકારીઓએ તેમના નિવાસ પર જઈ જરૂરી પ્રક્રિયા અનુસરીને સ્માર્ટ મીટર સ્થાપિત કર્યું છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર અંગે અનેક શંકાઓ અને આક્ષેપો સામે આવી રહ્યા છે. ગ્રાહકોમાં બિલ વધવાની, મીટરની ગડબડી થવાની તેમજ મીટર વધુ રીડિંગ આપતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં જાતે આગળ આવી ધારાસભ્યે પોતાના ઘરના મીટરને સ્માર્ટ મીટરથી બદલી માં વિશ્વાસ જમાવવાનો પ્રયાસ કર્યો છે.

ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે જણાવ્યુ કે, સ્માર્ટ મીટર સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત છે અને તેમાં કોઈપણ પ્રકારની ગડબડી થવાની શક્યતા નથી. મીટર રિમોટ મોનિટરિંગની સુવિધા સાથે કાર્ય કરે છે અને બિલિંગ પણ સાચું આવે છે. તેમણે પીજીવીસીએલના કાર્યને બિરદાવી ખાતરી આપી કે રાજ્યના નાગરિકોએ ભયમાં પડવાનું કારણ નથી.

PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્માર્ટ મીટર લાગવાથી વપરાશકર્તાઓ પોતાના વીજ ઉપયોગિ માહિતી મેળવી શકશે અને ઓવરબિલિંગની આશંકા દૂર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande