નવસારી, 21 જુલાઈ (હિ.સ.)-ચોમાસાની
ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન
અન્વયે નવસારી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ - પંચાયત દ્વારા નવસારી તાલુકાના પડઘા ગામના
આહીરવાસ રોડ તથા વેજલપોર ગામથી પડઘા ગામને
જોડતો રોડ પર મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડામર પેચવર્ક કરી ગ્રામ્ય
રસ્તાઓને મોટરેબલ કરવામાં આવ્યા હતા.
નવસારી
જિલ્લા વહીવટીતંત્રના નિરિક્ષણ હેઠળ જિલ્લામાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં
વિવિધ રોડ-રસ્તાના સમારકામ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે