નવસારી, 21 જુલાઈ (હિ.સ.)-નવસારીની
સર જે. જે. પ્રાયમરી સ્કૂલ દ્વારા જમશેદબાગ ખાતે બાળકીઓના અલૂણા પર્વ નિમિત્તે
બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે ટવીન્સ
કેટવોક,
કપલ કેટવોક તથા બાલવાટિકાના બાળકો માટે પ્રાદેશિક વેશભૂષા સ્પર્ધા
યોજાઇ હતી.
જેમાં
બાળકો પ્રદેશ પ્રમાણે ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી વેરાભૂષામાં આવ્યા હતા. બાળકો એ તેમના
વેશ પરિધાનને ધ્યાનમાં રાખી રોલ ભજવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતાં. બાળકો માટે
ગેમની સ્પર્ધા, રિંગમાંથી
કૂદકા મારવાની તથા ઝીંગઝેગ બોલ ગેમ રમવાની
સ્પર્ધા, હાથમાં ટી કપ પહેરી બોલને સામે રાખેલ વાડકામાં
મૂકવાની સ્પર્ધા, સોલો ડાન્સ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન
કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે મોસમ ઢીંમર, દિશા થારોટ, કૃતિકા મિસ્ત્રી, પાયલ
અગ્રવાલ, સેમલી તથા જહાનવી વ્યાસે સેવા આપી હતી.
સમગ્ર સ્પર્ધાઓ દરમિયાન શાળાના આચાર્યા
કડોદવાલા ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.બાળકોની પ્રતિભા
માટે પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમ આપી,
સર્ટિફિકેટથી સન્માનિત કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે