સૂર્ય ઊર્જાથી ચાલતો દવા છાંટવાનો પંપ – ખેડૂત પુત્રનું અનોખુ સંશોધન
પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ તાલુકાના મીઠીવાવડી ગામના ખેડૂત પુત્ર અરવિંદભાઇ પટેલે ફાર્મસીનો અભ્યાસ કર્યા પછી પણ કૃષિ ક્ષેત્રે રુચિ રાખી સંશોધનની દિશામાં પગલાં લીધાં. બાળપણથી ખેતી સાથે જોડાણ હોવાથી તેમનું મન મેડિકલ ફીલ્ડમાં ન લાગી શક્યું અને તેમણે મિકેન
સૂર્ય ઊર્જાથી ચાલતો દવા છાંટવાનો પંપ – ખેડૂત પુત્રનું અનોખુ સંશોધન


પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ તાલુકાના મીઠીવાવડી ગામના ખેડૂત પુત્ર અરવિંદભાઇ પટેલે ફાર્મસીનો અભ્યાસ કર્યા પછી પણ કૃષિ ક્ષેત્રે રુચિ રાખી સંશોધનની દિશામાં પગલાં લીધાં. બાળપણથી ખેતી સાથે જોડાણ હોવાથી તેમનું મન મેડિકલ ફીલ્ડમાં ન લાગી શક્યું અને તેમણે મિકેનિકલ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. વર્ષ 2008થી સોલાર આધારિત પંપ બનાવવા શરૂઆત કરી હતી. 2010માં એક ખેડૂત દવા છાંટવાના હેન્ડલવાળા પંપની મરામત માટે આવ્યો અને દુખદ સંજોગો વ્યક્ત કરતાં જણાવ્યું કે હેન્ડલ મારવાથી થાક આવી જાય છે. એ વાતથી પ્રેરાઈ અરવિંદભાઈએ બેટરીથી ચાલતો દવા છાંટવાનો પંપ બનાવવાનો વિચાર કર્યો.

અરવિંદભાઈએ દવા ભરવાની ટાંકી, 12 વોલ્ટનો પંપ, ચાર્જેબલ બેટરી અને સોલાર પેનલ સાથે માત્ર 15 દિવસમાં પ્રયોગાત્મક પંપ તૈયાર કર્યો. તેમણે આ પંપ ગામના ખેડૂતોને ઉપયોગ માટે આપ્યો અને તેમની પ્રતિક્રિયા લીધી. તમામ ખેડૂતો દ્વારા પંપને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને કેટલાક સૂચનોને આધારે તેમાં સુધારાઓ કરીને નવી ડિઝાઇન સાથે સોલાર દવા છાંટવાનો પંપ તૈયાર કર્યો.

આ પંપ સંપૂર્ણપણે સૂર્ય ઊર્જાથી સંચાલિત છે. તેની સાથે બેટરી જોડાયેલી છે જે સાત કલાક સુધી ચાલે છે. પંપમાં ટોર્ચ લાઇટ પણ લગાવવામાં આવી છે જેથી રાત્રે પણ દવા છાંટી શકાય છે. અડધા દિવસમાં ઘણી વિઘા જમીનમાં દવા છાંટી શકાય છે. પંપની ડિઝાઇન એવી છે કે સોલાર પેનલ ખેડૂતના માથા ઉપર રહે છે જેના કારણે તડકાથી રક્ષણ મળે છે.

ખેડૂતો રાતદિવસ ખેતરમાં રહેતા હોવાથી પંપમાં લગાવેલી ટોર્ચ લાઈટ તેમને રાત્રે પ્રકાશ માટે પણ ઉપયોગી બની રહે છે. તે દવા છાંટવા સિવાય અવરજવર અને અન્ય કાર્ય માટે પણ મદદરૂપ બને છે. અરવિંદભાઈના આ અનોખા સંશોધન માટે તેમને આત્માનાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અગાઉ જ્યાં બે વિઘામાં કલાકો લાગી જતા હતા ત્યાં હવે એજ સમયમાં 10 વિઘા કરતા વધુમાં દવા છાંટી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande