ઘાઘરેટ ગામની બહેનોનો ઉદ્યમ: ઘરથી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, હવે કમાય છે લાખોની આવક
મહેસાણા, 21 જુલાઈ (હિ.સ.) : ઘાઘરેટ ગામની બહેનોનો ઉદ્યમ: ઘરથી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, હવે કમાય છે લાખોની આવક મહિલાઓ બન્યાં સ્વનિર્ભર વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામની 11 બહેનો બેંક ઓફ બરોડા ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થામાંથી તાલીમ લીધા પછી હવે પોતાનું ગૃહ ઉદ
ઘાઘરેટ ગામની બહેનોનો ઉદ્યમ: ઘરથી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, હવે કમાય છે લાખોની આવક

ઘાઘરેટ ગામની બહેનોનો ઉદ્યમ: ઘરથી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, હવે કમાય છે લાખોની આવક

ઘાઘરેટ ગામની બહેનોનો ઉદ્યમ: ઘરથી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, હવે કમાય છે લાખોની આવક

ઘાઘરેટ ગામની બહેનોનો ઉદ્યમ: ઘરથી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, હવે કમાય છે લાખોની આવક

મહેસાણા, 21 જુલાઈ (હિ.સ.) : ઘાઘરેટ ગામની બહેનોનો ઉદ્યમ: ઘરથી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, હવે કમાય છે લાખોની આવક

મહિલાઓ બન્યાં સ્વનિર્ભર

વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામની 11 બહેનો બેંક ઓફ બરોડા ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થામાંથી તાલીમ લીધા પછી હવે પોતાનું ગૃહ ઉદ્યોગ સફળતાપૂર્વક ચલાવી રહી છે. તેમણે માત્ર ત્રણ મહિના પહેલા ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો અને હવે દરેક મહિને લાખ રૂપિયા જેટલું વેચાણ કરીને ઘરના ખર્ચમાં સહારો બની રહી છે.

હર્બલ અને કેમિકલ ફ્રી ઉત્પાદનોની માંગ

બહેનો બ્લેક અને વાઈટ ફિનાઈલ, હેન્ડ વોશ, શેમ્પુ, સાબુ, વાસણ અને કપડા ધોવાનો લિક્વિડ જેવી 11થી વધુ ઘર વપરાશની વસ્તુઓ ઘરેજ બનાવે છે. આ બધા ઉત્પાદનો હર્બલ અને પેરાબીન ફ્રી હોવાથી લોકોમાં તેની માંગ વધી રહી છે. વિસનગર, મહેસાણા સહિત આજુબાજુના ગામડાઓમાં બજાર સુધીનું વેચાણ પણ બહેનો પોતે જ કરે છે.

માં મહિલા ગૃહ ઉદ્યોગના સભ્યો જાગૃતિબેન અને રોશનીબેન કહે છે કે બહેનો દિવસ દરમિયાન ઘરકામ પૂર્ણ કર્યા પછી બપોર અને રાત્રે ગૃહ ઉદ્યોગનું કામ કરે છે. ગામના આગેવાનોના સહકારથી તેમને ખાલી પડેલ આંગણવાડી ઈમારત મળતાં કામ કરવાની જગ્યા મળી છે. આ બહેનો હવે નફાના ધોરણે કાર્ય કરતી થઈ છે અને પોતાનું એક ઓળખાયતું બ્રાન્ડ ઉભું કરવા માટે પ્રયાસરત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande