પાટણ, 21 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુરના ખળી ક્રોસ રોડ વિસ્તારમાં એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે દરોડા પાડી અને કુલ ₹32.14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે 2,653 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹11.94 લાખ), બે કાર (કિંમત ₹20 લાખ), ત્રણ મોબાઈલ ફોન (કિંમત ₹15,000) અને ₹5,170 રોકડ રકમ કબજે કરી હતી.
આ કેસમાં રાજસ્થાનના ત્રણ આરોપીઓ – રમેશકુમાર બિશ્નોઈ (બાડમેર), પીરારામ ધાયલ (બાડમેર) અને સુનીલકુમાર મંજુ (જાલોર)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર દારૂ સપ્લાય ચેઇનમાં કુલ છ આરોપીઓ હજુ ફરાર છે.
ફરાર આરોપીઓમાં મુન્નારામ ધાયલ અને સુરેશકુમાર બિશ્નોઈ મુખ્ય વિદેશી દારૂના સપ્લાયર છે. રમેશ રસન, એક અજ્ઞાત શખ્સ અને બે કારના માલિકોની શોધખોળ ચાલી રહી છે. આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 65E, 116(b), 81, 83, 98(2) અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 336(3), 340(2), 238 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર