વલસાડ, 21 જુલાઈ (હિ.સ.)-વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી ડો. રાજેશ્રી ટંડેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. અર્જુન પટેલ, ડિઝાસ્ટર મામલતદાર શ્રી H.H. કાકલોટકર, વલસાડ BRC Co-ordinator મિતેશભાઈ પટેલ તથા NDRFની ટીમ દ્વારા સર્વોદય હાઇસ્કૂલ સેગવી અને P.M. શ્રી કાંજનહરી પ્રાથમિક શાળામાં “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
P.M. કાંજનહરી પ્રાથમિક શાળાએ વૃક્ષારોપણ બાદ વલસાડ BRC Co-ordinator મિતેશભાઈ પટેલ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું અને વૃક્ષોના મહત્ત્વ વિશે બાળકોને સમજાવવામાં આવ્યું હતું. NDRFની ટીમ દ્વારા આપત્તિ સમયે કેવી રીતે સુરક્ષા જાળવવી તેની માહિતી આપી તેમજ ડેમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડિઝાસ્ટર મામલતદાર H.H. કાકલોટકર, ઇન્સ્પેક્ટર રણજીતકુમાર, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર જયવીરસિંહ રાઓલ, ASI S.K. રાવ, વલસાડ જિલ્લા યુવા પ્રભારી સંજય પટેલ તથા નવસારી જિલ્લા યુવા પ્રભારી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
“એક પેડ મા કે નામ” અભિયાન અને BRC Co-ordinator મિતેશભાઈ પટેલના જન્મદિનના સુખદ અવસરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મિતેશભાઈએ દર વર્ષે કરતા આ વર્ષે પણ પોતાના 46માં જન્મદિનની ઉજવણી 2400 વૃક્ષારોપણના સંકલ્પ સાથે કરી હતી.
આ સાથે તમામ વિદ્યાર્થીઓને સફળ જીવનની દિશા દર્શાવતું સદ્ગ્રંથ અને બોલ પેનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે