વેલફેર ફાઉન્ડેશન દ્વારા, વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો
રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) આદરણીય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા (વિધાનસભા-70)ના માર્ગદર્શન હેઠળ તથા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન, રાજકોટના સહયોગથી વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં
વેલફેર ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો


રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) આદરણીય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા (વિધાનસભા-70)ના માર્ગદર્શન હેઠળ તથા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન, રાજકોટના સહયોગથી વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિશેષજ્ઞ ડૉક્ટર્સની ટીમે વિવિધ રોગોનું નિદાન અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

આ કેમ્પમાં કુલ 2500 કરતાં પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સામાન્ય તબીબી તપાસથી લઈને હૃદયરોગ, ડાયાબિટીસ, ઉચ્ચ રક્તદાબ, ચામડીના રોગો, હાડકાના રોગો, સ્ત્રીરોગ, બાળરોગ, ENT, નેત્ર રોગ વગેરે જેવી વિવિધ વિશિષ્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન જરૂરી લેબ ટેસ્ટ, દવાઓ તથા કાઉન્સેલિંગ સેવા પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી.

આ અનોખા આરોગ્ય ઉપક્રમે દર્દીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સામાન્ય માણસોને મોટા ખર્ચ વિના આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આવા કેમ્પનું આયોજન જરૂરી છે. કેમ્પની સફળતા માટે એઈમ્સ હોસ્પિટલ રાજકોટની સંપૂર્ણ ટીમ, નિર્વાણ વેલફેર ફાઉન્ડેશનના સભ્યો અને સ્વયંસેવકોએ ખુબ મહત્વનો ફાળો આપ્યો હતો.

આ આરોગ્ય કેમ્પ એ સમાજમાં આરોગ્ય પ્રત્યે સકારાત્મક ભાવના વિકસાવવા માટે અને સર્વાંગી આરોગ્ય સેવા આપવાની દિશામાં એક સફળ પગલું સાબિત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande