ખોલવાડા ગામમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી, દંપતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ
પાટણ, 21 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં એક મહિલાની ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. હેતલબેન ઠાકોર બીડી-પાન પાર્લર પાસે ઊભી હતી ત્યારે આરોપી સુરેશભાઈ રેવાભાઈ પરમાર ત્યાં આવ્યો અને હેતલબેનને ધક્કો મારી ફોન નંબર માંગ્યો. હેતલબેને તેમની બહે
ખોલવાડા ગામમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી, દંપતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ


પાટણ, 21 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં એક મહિલાની ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. હેતલબેન ઠાકોર બીડી-પાન પાર્લર પાસે ઊભી હતી ત્યારે આરોપી સુરેશભાઈ રેવાભાઈ પરમાર ત્યાં આવ્યો અને હેતલબેનને ધક્કો મારી ફોન નંબર માંગ્યો. હેતલબેને તેમની બહેન અંગે આવી વાત ન કરવા કહ્યું ત્યારે સુરેશભાઈ ઉશ્કેરાયા અને મા-બહેનની અશ્લીલ ગાળીઓ આપવા લાગ્યા.

થોડી વારમાં સુરેશભાઈની પત્ની નીતાબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેણે પતિનું ઉપરાણું લઈને, હેતલબેનને ગાળાગાળી કરી. સુરેશભાઈએ હેતલબેનના કપડા પકડી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને બંનેએ મળીને હેતલબેનની સાથે ઉગ્ર રીતે ઝઘડો કર્યો.

આ દરમિયાન દંપતી દ્વારા હેતલબેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે હેતલબેને સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુરેશભાઈ અને નીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪, ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande