પાટણ, 21 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ખોલવાડા, રામપુરા ગામે 20 જુલાઈ, 2025ના રોજ સવારે સાડા અગિયારથી પોણા બારના સમય દરમિયાન સુરેશભાઈ રેવાભાઈ પરમાર (ઉંમર 40) દુકાન આગળ ઊભા હતા ત્યારે ત્રણ લોકો—રાજેશજી હેમાજી ઉર્ફે ડેકો ઠાકોર, કોકિલાબેન હેમાજી ઠાકોર અને આશાબેન—ત્યાં ગુસ્સામાં આવ્યા હતા.
આરોપીઓએ સુરેશભાઈ પર જાતિ અપમાનજનક શબ્દો બોલ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી, અને તેમના ચશ્મા અને પેંડલ તોડી નાખ્યા હતા. ત્યારબાદ સુરેશભાઈને ગડદાપાટુ માર્યો હતો અને આશાબેને તેમના માથામાં ઊંધી કુહાડી મારવાથી ઈજા પહોંચી હતી.
સિદ્ધપુર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર