સરથાણામાં કિશોરીને ઓફિસમાં મળવા બોલાવી યુવક દ્વારા બળાત્કાર
સુરત, 21 જુલાઈ (હિ.સ.)-શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરી સ્કૂલમાંથી નીકળતી ત્યારે એક યુવક અવારનવાર તેનો પીછો કરી તેનો સંપર્ક કર્યો હતો. કિશોરી સાથે મિત્રતા કર્યા બાદ તેને લલચાવી ફોસલાવી અલગ અલગ ઓફિસમાં મળવા બોલાવી તેની સાથે બળ
સરથાણામાં કિશોરીને ઓફિસમાં મળવા બોલાવી યુવક દ્વારા બળાત્કાર


સુરત, 21 જુલાઈ (હિ.સ.)-શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરી સ્કૂલમાંથી નીકળતી ત્યારે એક યુવક અવારનવાર તેનો પીછો કરી તેનો સંપર્ક કર્યો હતો. કિશોરી સાથે મિત્રતા કર્યા બાદ તેને લલચાવી ફોસલાવી અલગ અલગ ઓફિસમાં મળવા બોલાવી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં કિશોરીએ તેની સાથે સંબંધો રાખવાની ના પાડતા યુવક હું મરી જઈશ તેવી ધમકી આપી તેને મળવા બોલાવતો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ હકીકત તેના માતા-પિતાને જણાવતા તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે લસકાણા વિસ્તારના ખોલવડ રોડ પર આવેલ ઓપેરા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો જયદીપ ધીરુભાઈ ફૂલેતરીયા ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. જયદીપ સરથાણા વિસ્તારમાં આવેલ એક સ્કૂલની બહાર આંટાફેરા મારતો હતો. આ દરમિયાન તેની નજર એક 17 વર્ષની કિશોરી પર પડી હતી અને બાદમાં અવારનવાર કિશોરીનો પીછો કરી તેને લલચાવી ફોસલાવી તેની સાથે સંપર્ક વધાર્યો હતો. બાદમાં કિશોરીને સરથાણા વિસ્તારમાં આવેલ રાજ ઇમ્પીરીયલ બિલ્ડીંગમાં અલગ અલગ ઓફિસમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં કિશોરીની મરજી વિરુદ્ધ તેણે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં કિશોરીએ જયદીપને મળવાની ના પાડી દેતા જયદીપ એ તું મને મળવા નહીં આવે તો હું મરી જઈશ તેવી ધમકીઓ આપી બ્લેકમેલ કરતો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. બનાવને પગલે તેના માતા પિતાએ સરથાણા પોલીસ મથકમાં જયદીપ ફૂલેતરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande