સુરત, 21 જુલાઈ (હિ.સ.)-શહેરના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબાગ પાસે ભારત સાયકલ નામથી દુકાન ધરાવતા વેપારીને રાજસ્થાનના જયપુરનો ઠગબાજ વેપારી ભેટી ગયો હતો. જયપુરના વેપારીએ સસ્તા ભાવમાં ટુ વ્હીલરના ટાયર આપવાની વાતો કરી સુરતના વેપારી પાસેથી રૂપિયા 2.38 લાખ પડાવી લીધા હતા અને બાદમાં ટાયર નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટમાં જામ કંડોરણા તાલુકાના વતની અને સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં વલ્લભાચાર્ય રોડ પર આવેલ પીપી સવાણી ની બાજુમાં રૂપમ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ભાવેશભાઈ ઘુસાભાઇ કોયાણી વરાછામાં હીરાબાગ પાસે રામનગરની બાજુમાં આવેલ શ્રી રામ એપાર્ટમેન્ટમાં ભારત સાયકલ નામની દુકાન ધરાવે છે. ગત તારીખ 22/4/2025 પહેલા ભાવેશભાઈને રાજસ્થાનના જયપુરનો તિરૂપતિ ટાયર્સનો માલિક ગૌરવ ભટ્ટ સાથે મુલાકાત થઈ હતી. ગૌરવ માટે ભાવેશભાઈને વાતોમાં ભોળવી તેમને સસ્તા ભાવે ટુ-વ્હીલરના ટાયર આપવાની લોભામણી લાલા ચાપી હતી અને બાદમાં અલગ અલગ સાઈઝના તેમજ ભાવના ટાયરની કુલ રૂપિયા 2.38 લાખ પચાવી પાડ્યા હતા. જોકે બાદમાં સમય પસાર કરી ટાયર પણ નહીં મોકલી ભાવેશભાઈ એ પૈસા પરત માંગતા પૈસા પણ આપવાની ના પાડી દઈ હાથ ઊંચા કરી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર ભાવેશભાઈ પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ હતા તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2.38 લાખની છેતરપિંડીનો ગુનો ગૌરવ ભટ્ટ સામે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે