પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં કચ્છના 15.47% લાભાર્થીઓએ રીફલીંગ કરાવ્યું નથી
ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY)” અંતર્ગત કચ્છમાં બાકી હોય તે તમામ લાભાર્થીઓએ વિનામૂલ્યે LPG સિલિન્ડર રિ- ફિલિંગ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કારણ કે જિલ્લામાં હજુ 15.47% લાભાર્થીઓએ રીફલીંગ કરાવ્યું નથી. વર્ષમાં
ઉજ્જવલા યોજના


ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY)” અંતર્ગત કચ્છમાં બાકી હોય તે તમામ લાભાર્થીઓએ વિનામૂલ્યે LPG સિલિન્ડર રિ- ફિલિંગ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કારણ કે જિલ્લામાં હજુ 15.47% લાભાર્થીઓએ રીફલીંગ કરાવ્યું નથી.

વર્ષમાં બે વખત વિનામૂલ્યે LPG સિલિન્ડર રિફિલિંગ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY) અંતર્ગત તથા રાજ્ય PNG/LPG સહાય યોજના હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વખત વિનામૂલ્યે LPG સિલિન્ડર રિફિલિંગ કરી આપવાની યોજના અમલમાં છે. આ યોજનાનો ઉદેશ્ય લાભાર્થીઓને વિનામૂલ્યે ધુમ્રમુક્ત રાંધણગેસ મળી રહે તેમજ તેઓમાં એલ.પી.જી.ના વપરાશ અંગે જાગૃતિ વધે તેમ છે. જે લાભાર્થીઓનું એલ.પી.જી. ગેસ કનેક્શન 31 મી માર્ચ-2025 સુધીમાં ઇન્સ્ટોલ થયેલું હોય તેવા લાભાર્થીઓને એપ્રિલ-૨૫ થી જૂન-૨૫ના ક્વાર્ટર-૧માં ક્વાર્ટર દીઠ 1 સિલિન્ડર વિતરણ કરવામાં આવશે.

બન્ને ક્વાર્ટરમાં મુદ્દત લંબાવાઇ છતાં લાભાર્થીઓ બાકી

જેમાં સરકાર દ્વારા લાભાર્થીઓના હિતમાં 2025-26માં બન્ને ક્વાર્ટરમાં ફેરફાર કરીને મુદ્દત લંબાવેલી છે. 1 એપ્રિલ થી 30 સપ્ટેમ્બર 2026 (ક્વાર્ટર 1)સુધી વિનામૂલ્યે મળવાપાત્ર રિફિલ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તાજેતરમાં સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ મુજબ કચ્છ જિલ્લાના લાભાર્થીઓએ ક્વાર્ટર 1માં રીફીલીંગ થયેલા 84.53 ટકાની સામે 15.47% લાભાર્થીઓએ રીફલીંગ કરાવ્યું નથી. આમ બાકી લાભાર્થીઓને તાત્કાલિક સંબંધિત ગેસ‌ વિતરક એજન્સીનો સંપર્ક કરીને રી-ફિલિંગ કરાવવા કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande