ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) ૨૭/૦૭/૨૦૨૫ રવિવારનારોજ પ્રાંચી ખાતે સૌરાષ્ટ્રના નામાંકિત સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની ટીમ દ્વારા, નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું પ્રભાસ હોસ્પિટલ, પ્રભાસ પાટણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ક્રિટિકલ કેર, ફેફસાના રોગો, બાળરોગ, સ્ત્રી રોગ, હાડકા તથા સાંધાના રોગો, પેટ અને આંતરડાના રોગો, કાન/ નાક / ગળાના રોગો, મગજ અને મણકાના રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા નિદાન કરવામાં આવશે તેમજ હાજર મુજબની દવાઓ ની: શુલ્ક સારવાર આપવામાં આવશે.
મહંત માધવરાય મંદિરના ઋષિબાપુ દ્વારા, કેમ્પનું ઈનોગ્રેશન સવારે ૦૯:૦૦ કલાકે કરવામાં આવશે. આ કેમ્પનો લાભ સર્વે સમાજના પ્રાંચી તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને લેવા અપીલ.
જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓને ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ