રાધનપુર તાલુકાની 20થી વધુ પંચાયતોની આક્ષેપસભર રજૂઆત: ધારાસભ્ય સામે ગ્રાન્ટ ન ફાળવવાના આક્ષેપ
પાટણ, 23 જુલાઈ (હિ.સ.)રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્ય અટવાયા હોવાના મુદ્દે 20થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોએ નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. સરપંચોએ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, લાંબા સમયથી
રાધનપુર તાલુકાની 20થી વધુ પંચાયતોની આક્ષેપસભર રજૂઆત: ધારાસભ્ય સામે ગ્રાન્ટ ન ફાળવવાના આક્ષેપ


પાટણ, 23 જુલાઈ (હિ.સ.)રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્ય અટવાયા હોવાના મુદ્દે 20થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોએ નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. સરપંચોએ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, લાંબા સમયથી તેમને ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી.

જામાભાઈ દેસાઈ, રાજુભાઈ ઠાકોર અને અન્ય સરપંચોએ જણાવ્યું કે, ગ્રાન્ટ વિના પછાત વિસ્તારોમાં બેધાણાં જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેમના કહેવા મુજબ, તંત્ર જો યોગ્ય પગલાં નહીં લે તો સંયુક્ત રીતે આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.

મહિલા સરપંચ મુકેશભાઈ બાદલપુરાના પતિ સહિત અન્ય સરપંચોએ પણ આક્ષેપ કર્યો કે, પંચાયતોમાં ભેદભાવ રાખવામાં આવે છે. કેટલાક પસંદગીના સરપંચોને જ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જ્યારે અન્ય ગામો અને પંચાયતો સાથે અનદેખા થાય છે. વારંવાર રજૂઆત છતાં ગ્રાન્ટ મળતી નથી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande