પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : 181 મહિલા હેલ્પલાઈન મહિલાની સુરક્ષા માટે આશીર્વાદ રૂપ બની છે. ત્યારે ફરી એક પ્રશંસનીય કામગીરી કરેલ જેમા ઘરેથી નિકળી ગયેલી માનસિક અસ્વસ્થ મહિલા ને તેમના પરિવાર સુધી મિલન કરાવવા માં આવ્યું જેમાં પોરબંદર સિટીના વિસ્તારમાંથી એક જાગૃત નાગરીક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યુ કે એક નિ:સહાય મહિલા મળી આવેલ છે તો મહિલાની મદદ માટે આવો. આ મહિલા છેલ્લા બે કલાકથી રસ્તા પર એકલા બેઠેલા હતા.પોરબંદર અભયમ ટીમને ફોન મળતાની સાથે જ તાત્કાલીક સ્થળ પર પહોંચી જઈ મહીલાનું નામ-સરનામુ પુછતા મહિલા ભાણવડ તાલુકાના રોઝડી ગામના રહેવાસી હોય તેવુ જ જણાવતા હોય તેમજ દોડાદોડ કરતા હોવાથી 181 ટીમ દ્વારા મહિલાને સાંત્વના આપી બેસાડી તેમનુ કાઉન્સેલિંગ કરતા તેઓ વારંવાર અલગ-અલગ સરનામુ જણાવતા હોય જેથી તેમની પાસે બેગ હોય તેમાથી તેમની હોસ્પીટલની ફાઈલ મળી આવેલ પરંતુ તેમનુ કોઈ એડ્રેસ મળી આવેલ નહિ જેથી મહિલાને શાંત પાડી તેમના કુશળ કાઉન્સેલિંગ બાદ જણાવેલ કે તેવો છાંયા વિસ્તાર રહે છે. તેમના પતિ જયાં કામ કરતા હોય ત્યાંનું નામ આપતા ત્યાં પુછપરછ કરતા. તેમના પતિ મળી આવતા તેમના ઘરે ગયેલા તેમના પતિ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે, આ મહિલાની છેલ્લા 25 વર્ષથી માનસિક સ્થિતિ સારી રહેતી નથી. તેઓ જામનગર જીલ્લાના રોજડી ગામ રહેતા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર રહેવા આવી ગયેલા છે.
181 ટીમ દ્વારા મહિલાના પતિ મહિલાની સાળસંભાળ રાખવા જણાવેલ તેમજ મહિલાને સુરક્ષિત તેમના પતિને સોંપ્યા હતા. આ તકે મહિલાને સુરક્ષિત તેમના ઘરે જોતા તેમના પતિએ 181 ટીમર્નો આભાર માન્યો તેમજ 181 ટીમ ની કામગીરી વિશે પ્રશંસા કરી હતી. આ કામગીરી 181 સ્ટાફ કાઉન્સેલર- મીરા માવદિયા અને કોન્સ્ટેબલ-સેજલ બેન પંપાણીયા દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya