પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.)પોરબંદરના પોલીસ હેડક્વાટર ખાતે લોકદરબારમાં એસ.બી.આઈ. તરફથી મંજુર થેયલી લોન મંજૂરી પત્રક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરીને ડામવા માટે શહેરીજનોને પોલીસ મથકોમાં વ્યાજખોરીનો ધંધો કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવા અપીલ કરી છે.પોરબંદર જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ દ્વારા સતત લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન થકી વિવિધ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં વ્યાજખોરી કરનારા 13 ઈસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
પોરબંદરમાંથી વ્યાજખોરોનો ત્રાસ નાબૂદ કરવા પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે. પોરબંદરમાં ગઈ કાલે હિરલબા જાડેજા વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 75 લાખના 4 કરોડથી વધુની રકમ પડવી પોસ્તરિયા પરિવારને ધાક-ધમકીઓ આપી હોવાના કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કરી કડક કામગીરી કરી છે.પોરબંદર એસ.પી.એ ગઈ કાલે પોલીસ હેડક્વાટર ખાતે આયોજીત લોકદરબારના આયોજનમાં લોન મંજૂરીના પત્રો વિતરણના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પોરબંદરમાં નાનો હોય કે, મોટો ગુનેગાર કે પછી કોઈ ચમરબંધી હોય તેને છોડવામાં નહિ આવે પોરબંદરના નગરજનોને અપીલ છે કે, વ્યાજખોરી કરનારા અને ખોટી રીતે ધાકધમકી આપનારા ઈસમો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ આપે જેથી પોલીસ આવા ઈસમો વિરુદ્ધ કડકાઈ પૂર્વક કામ કરી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya