પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : સિધ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિતિ જિલ્લા પોલીસ વડા વી કે નાયી ની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચો સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા પોલીસના લગતા પ્રશ્નો બાબતે પોલીસ વડા વીકે નાઈ સાથે સંવાદ કરેલ તથા કાયદો વ્યવસ્થા તથા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા બાબતે પોતાના વિચાર રજૂ કર્યા હતા જરૂરી માહિતી અને જાણકારી આપી હતી આજના લોક દરબારમાં વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક કે કે પંડયા પાટણ ડીએસપી ઓફિસ સ્ટાફ એ હાજરી આપેલ ,તથા કાકોશી પીએસઆઇ પંકજ ચૌધરી તથા સ્ટાફ દ્વારા લોક દરબાર નું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યા આગેવાનો એ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર