‘જોય-ઓ-મેકર્સ’ દ્વારા શ્રમજીવી વસાહતની દીકરીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યાં
ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર સેક્ટર – ૩૦, અંતિમ ધામ પાસે આવેલી શ્રમજીવી વસાહતમાં ‘જોય-ઓ-મેકર્સ’ સંસ્થાની નિયાશી પરમાર અને એના સાથી મિત્રોએ મળીને લગભગ ૭૧ દીકરીઓ અને મહિલાઓને ત્રણ મહિના સુધી ચાલે એટલા સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. આ કાર્યક
‘જોય-ઓ-મેકર્સ’ દ્વારા શ્રમજીવી વસાહતની  દીકરીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યાં


‘જોય-ઓ-મેકર્સ’ દ્વારા શ્રમજીવી વસાહતની  દીકરીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા


‘જોય-ઓ-મેકર્સ’ દ્વારા શ્રમજીવી વસાહતની  દીકરીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યાં


ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર સેક્ટર – ૩૦, અંતિમ ધામ પાસે આવેલી શ્રમજીવી વસાહતમાં ‘જોય-ઓ-મેકર્સ’ સંસ્થાની નિયાશી પરમાર અને એના સાથી મિત્રોએ મળીને લગભગ ૭૧ દીકરીઓ અને મહિલાઓને ત્રણ મહિના સુધી ચાલે એટલા સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર ઉત્તરના લોકલાડીલા ધારાસભ્ય રીટાબેન પટેલ અને અતિથિ વિશેષ તરીકે પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત આમંત્રિત હતાં.

કાર્યક્રમની શરૂઆત “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ...” પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ‘જોય-ઓ-મેકર્સ’ સંસ્થા અને ઉદ્દેશ વિશે ડૉ. પૌલમી પરમારે માહિતગાર કર્યા હતા અને સાથે દાંતની કાળજી લેવા માટે બાળકોને સમજ આપી હતી.

જાણીતા કોલમ લેખક સંજય થોરાત ‘સ્વજન’ દિકરીઓને પ્રેરણાદાયી રસપ્રદ વાર્તા કીધી હતી. ગાયનેકોલોજીસ્ટ ડૉ. તૃપ્તિ પંડીતે માસિક દરમિયાન રાખવાની કાળજી અને સ્વચ્છતાની માહિતી આપી હતી. નિયાશીએ દિકરીઓને જીવંત પ્રસંગ સાથે માસિક દરમિયાન કેમ સેનેટરી પેડ વાપરવા જોઈએ એની વાત કરી હતી.

‘જોય-ઓ-મેકર્સ’ ના આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના લોકલાડીલા ધારાસભ્ય રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. એમણે શ્રમજીવી વસાહતમાં સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ માટે નાનકડી નિયાશી પરમારને બિરદાવી હતી. એમણે નિયાશી સાથે મળીને શ્રમજીવી પરિવારની દિકરીઓને એમનાં હસ્તે સેનેટરી પેડ આપ્યાં હતાં. પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત ‘સ્વજન’ દ્વારા નિયાશી પરમારને એની ઉમદા સમાજસેવાના કાર્યમાં યોગદાન આપવા બદલ મોમેન્ટો અને પ્રમાણપત્ર આપ્યું હતું જે ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે આપવામાં આવ્યું હતું.

ગાંધીનગરની ટીનેજર ગર્લ નિયાશી મહિપતસિંહ પરમાર દસમાં ધોરણમાં ભણે છે અને માત્ર ચૌદ વર્ષની છે એણે અભ્યાસની સાથે સમાજસેવાનું સુંદર કાર્ય શરૂ કર્યું છે. ગાંધીનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. મહિપતસિંહ પરમાર અને જાણીતાં ડેન્ટિસ્ટ ડૉ. પૌલમી પરમારની નાની દીકરી નિયાશી પરમાર ‘જોય-ઓ-મેકર્સ’ દ્વારા સેવાના કાર્યમાં સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.

‘જોય-ઓ-મેકર્સ’ ના આ કાર્યક્રમમાં નિયાશી પરમારની સાથે ડૉ. તૃપ્તિ પંડીત, ડૉ. પૌલમી પરમાર, ડૉ. ક્રિશી પનારા, ડૉ. રિધમ, નૈના, શિતલ, ચંદ્રિકા બહેન, ફાલ્ગુની, વિભૂતિ વગેરે જોડાયા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. પૌલમી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande