ગાંધીનગરના 63 હોમિયોપેથિક ડૉક્ટરોએ ફનથી ફીટ તરફ માટે પાંચ કિમી દોડ લગાવી
ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : ભારત અત્યારે ફેટથી ફીટ થવા માટે અનેક પ્રોજેકટ પર સક્રિય કામ કરે છે. ત્યારે ગાંધીનગરના હોમિયોપેથિક ડૉક્ટર એમાંથી કેમ બાકાત રહી જાય? રવિવાર દિનાંક ૨૦ જૂલાઇ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ફરતે ગાંધીનગર હોમિયોપેથિક એસોસિએશનના ૬૩ ડૉક્
ફન થી ફિટ


ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : ભારત અત્યારે ફેટથી ફીટ થવા માટે અનેક પ્રોજેકટ પર સક્રિય કામ કરે છે. ત્યારે ગાંધીનગરના હોમિયોપેથિક ડૉક્ટર એમાંથી કેમ બાકાત રહી જાય? રવિવાર દિનાંક ૨૦ જૂલાઇ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ફરતે ગાંધીનગર હોમિયોપેથિક એસોસિએશનના ૬૩ ડૉક્ટરોએ સાથે મળીને પાંચ કિલોમીટર દોડ લગાવી હતી.

ભારતમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત 29 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા ફિટનેસને આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાના હેતુથી કરવામાં આવી હતી. મૂવમેન્ટનું મિશન વર્તનમાં ફેરફારો લાવવા અને વધુ શારીરિક રીતે સક્રિય જીવનશૈલી તરફ આગળ વધવાનું છે. સરળ રીતે, મજા કરતા કરતા અને નિ:શુલ્ક તરીકે ફિટનેસને પ્રોત્સાહન આપવું એ ફિટ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય છે.

ગાંધીનગર હોમિયોપેથિક એસોસિએશનના સક્રિય મેમ્બર ડૉ. મનિષા ઝડફિયાના માર્ગદર્શન હેઠળ આ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના સિનિયર મેરેથોન રનર સંજય થોરાત ખાસ ડૉક્ટરોને પ્રોત્સાહિત કરવા હાજર રહી એમની સાથે રનિંગ કરી હતી.

આ કાર્યક્રમમાં ગાંધીનગર હોમિયોપેથીક એસોસિએશના પ્રેસિડેન્ટ ડૉ. ચેતનસિંહ બિહોલા, સેક્રેટરી ડૉ. મિલનભાઈ, ડૉ. ગુલઝાર ભાઈ, ડૉ. કવિનભાઈ, ડૉ. કૌશલ દરજી, ડૉ. વાચા બહેન, ડૉ. સીમા વિજય ખિલવાની વગેરેએ ખુબ જહેમત ઉઠાવી હતી. હોમિયોપેથિક ડૉક્ટર કોમ્યુનિટીમાં ડૉ. મનિષા ઝડફિયા જાણીતા મેરેથોન રનર છે અને સાથે ડૉ. દર્શના પિપલિયા પણ મેરેથોન રનર છે જેઓ પોતાની દિકરીઓ સાથે આવીને દોડ લગાવી હતી. કાર્યક્રમના અંતે અલ્પાહાર બધા સૌ ભાગ લેનાર રનરને સિર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande