વેસુમાં પુરપાટ ઝડપે આવેલા કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી ઉડાવ્યો
સુરત, 22 જુલાઈ (હિ.સ.)-શહેરના વેસુ ખાતે આવેલ સમર્થ એન્કલેવ પાસેથી પગપાળા ચા લેવા માટે જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને પુરપાટ ઝડપે આવેલ એક કાર ચાલકે ટક્કર મારી ઉડાવી દેતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત હાલતમા વધું સારવાર મટે ખાનગી
વેસુમાં પુરપાટ ઝડપે આવેલા કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી ઉડાવ્યો


સુરત, 22 જુલાઈ (હિ.સ.)-શહેરના વેસુ ખાતે આવેલ સમર્થ એન્કલેવ પાસેથી પગપાળા ચા લેવા માટે જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને પુરપાટ ઝડપે આવેલ એક કાર ચાલકે ટક્કર મારી ઉડાવી દેતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત હાલતમા વધું સારવાર મટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યા સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું હતું.સિક્યુરિટી ગાર્ડના મોતને પગલે વતનમાં રહેતા તેના બે માસુમ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાઈ દીધી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના સતનાનો વતની 30 વર્ષીય ધર્મેન્દ્ર રામલાલ શાહુ હાલમાં વેસુ ખાતે આવેલ સમ્રાટ કોલોનીમાં રહેતો અને વેસુ ખાતે આવે નંદિની 3 પાસે આવેલ સમર્થ એન્ક્લેવમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી વતનમાં રહેતી પત્ની અને બે પુત્રનું ભરણ પોષણ કરતો હતો,દરમિયાન 11 મીએ સવારે ધર્મેન્દ્ર ચા લેવા માટે જઈ રહ્યો હતો,અને બિલ્ડીંગ સામેથી પગપાળા પસાર થઇ રહ્યો હતો.ત્યારે પુરપાટ ઝડપે આવેલા અર્ટિગા કાર ચાલકે તેને અડફેટે લઇ ટક્કર મારી ઉડાવી દીધો હતો.આ અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ત્યારે સ્થળ પરથી કાર ચાલકના સંબંધીઓ અને સાથેના સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું.ધર્મેન્દ્ર મોતથી તેના પરિવારમાં શોક છવાઈ ગયો છે અને તેના 5 વર્ષીય અને 3 વર્ષીય બે પુત્રોએ પોતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ બનાવમાં વેસુ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande