ફૂડ વિભાગની ટીમ દ્વારા 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ
રાજકોટ 22 જુલાઈ (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા જાહેર આરોગ્ય અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે તાજેતરમાં વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું. FSW (ફૂડ સેફટી વ્હીકલ) વાન સાથે શહેરના વાતાવરણમાં સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો
ફૂડ વિભાગની ટીમ દ્વારા 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.


રાજકોટ 22 જુલાઈ (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા જાહેર આરોગ્ય અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે તાજેતરમાં વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું. FSW (ફૂડ સેફટી વ્હીકલ) વાન સાથે શહેરના વાતાવરણમાં સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુથી શહેરના મુખ્ય વિસ્તારોમાં ચકાસણી કામગીરી અમલમાં મુકાઈ.

આ અભિયાન અંતર્ગત શહેરના વાગળ ચોકડી થી પાળ રોડ અને મવડી વિસ્તાર સુધીના વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતી 20 જેટલી ધંધાર્થિઓની તપાસણી કરાઈ હતી. ચકાસણી દરમિયાન ફૂડ વિભાગની ટીમે ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓ લેવાયા હતા અને કઈ રીતે ખાદ્ય પદાર્થ તૈયાર કરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ચકાસણી દરમિયાન કેટલીક જગ્યાએ ખાદ્ય પદાર્થો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓની ગુણવત્તા અંગે શંકાસ્પદ બાબતો જણાઈ હતી, જેના કારણે સંબંધિત વેપારીઓને તાકીદના સૂચનો આપવામાં આવ્યા હતા અને જરૂરી દંડ પણ કરવામાં આવ્યો હતો. શહેરના લોકો સુધી શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થ પહોંચે તે માટે આ ચકાસણીઓનું નિયમિત આયોજન કરવાની મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે.

આ અભિયાનથી ખાદ્ય વેચાણકારોમાં પણ જાગૃતિ ફેલાઈ છે તથા ખાદ્ય સલામતી કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. FSW વાન દ્વારા જનજાગૃતિ પણ કરી દેવામાં આવી છે કે તેઓ શુદ્ધતા અને સ્વચ્છતાને વધુ મહત્વ આપે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande