કુતિયાણા નજીક આખલા સાથે કાર અથડાતા યુવાનનું મોત
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) પોરબંદર-રાજકોટ રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો તગડા ટોલ ટેકસ વસલુવામા આવતો હોવા છતા નેશનલ હાઇવે પર રેઢીયાળ પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે.પોરબંદર -રાજકોટ નેશનલ હાઈવે પસાર થતી ઈકો કારનં-જીજે
કુતિયાણા નજીક આખલા સાથે કાર અથડાતા યુવાનનું મોત


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) પોરબંદર-રાજકોટ રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો તગડા ટોલ ટેકસ વસલુવામા આવતો હોવા છતા નેશનલ હાઇવે પર રેઢીયાળ પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે.પોરબંદર -રાજકોટ નેશનલ હાઈવે પસાર થતી ઈકો કારનં-જીજે-03-કેપી-1644 વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ કુતિયાણા રાજશકિત હોટલ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન રોડ પર ઉભેલા આખલા સાથે અથડાતા ડ્રાઇવર સીટની બાજુમા બેઠેલા શુરેશ રાજાભાઈ બુશીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

આ યુવાન નાથદ્રારા મીટીંગમા ગયો હતો તે દરમ્યાન અકસ્માતમાં તેમનુ મોત થયુ હતુ જેને પગલે ભારે ગમગીની છવાઈ ગઇ હતી આ બનાવમાં મૃતકના ભાઈ રવિ રાજાભાઈ બુશીએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande