ભુજ- કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) : કચ્છના દરિયા અને ક્રીક વિસ્તારમાં તણાઇ આવતા અથવા સામે પારથી વહાવી દેવાતા નશાકારક દ્રવ્યોના પેકટ મળવાનો સિલસલો જારી રહ્યો છે. લાંબા સમય બાદ ડ્રગ્સનું વધુ એક પેકેટ સલામતી એજન્સીને હાથ લાગ્યું છે.
બીએસએફના જવાનોને મળ્યું પેકેટ
લખપતના લક્કીનાળાંમાંથી બીએસએફને બિનવારસુ હાલતમાં એક ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું. લક્કી બીઓપીના કોય કમાન્ડર એમ.પી. શાહ, એફજીટી ભુજના હે.કો. મનોજકુમાર અને 176 બટાલિયન સૈનિકો સર્ચ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને આ ટીમને બિનવારસુ હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું એક પેકેટ મળ્યું હોવાની માહિતી બીએસએફની જી બ્રાન્ચે આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA