પાટણમાં વૃદ્ધ માતાએ દીકરી અને જમાઈ વિરુદ્ધ ચેક ચોરીની ફરિયાદ કરી
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના કસુંબીયાપાડા વિસ્તારમાં રહેતી 67 વર્ષીય મેનાબેન શંકરલાલ પટેલે પોતાની દીકરી સોનલબેન અને જમાઈ દિલીપભાઈ પસાભાઈ પટેલ વિરુદ્ધ ચેક ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ફરિયાદ મુજબ, એપ્રિલ 2024થ
પાટણમાં વૃદ્ધ માતાએ દીકરી અને જમાઈ વિરુદ્ધ ચેક ચોરીની ફરિયાદ કરી


પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના કસુંબીયાપાડા વિસ્તારમાં રહેતી 67 વર્ષીય મેનાબેન શંકરલાલ પટેલે પોતાની દીકરી સોનલબેન અને જમાઈ દિલીપભાઈ પસાભાઈ પટેલ વિરુદ્ધ ચેક ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

ફરિયાદ મુજબ, એપ્રિલ 2024થી એપ્રિલ 2025 દરમિયાન મેનાબેનના ઘરના કબાટમાંથી ચાર ચેક ચોરી થયા હતા. ચેક પાટણ નાગરિક સહકારી બેંકના ખાતા નંબર 8150010601013305ના છે. ચોરાયેલા ચેકના નંબર 116093, 116105, 116107 અને 116110 હોવાનું જણાવાયું છે.

પાટણ એ ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. પરિવારજનો વચ્ચે થયેલી આ ચોરીની ઘટનાને કારણે લોકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande