ગીર સોમનાથ, 22 જુલાઈ (હિ.સ.) ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ફાયર સેફટી અને સી.પી.આર ટ્રેનિંગ ગુજરાતના દરેક જિલ્લા તાલુકા સુધી પહોંચે તેવા શુભ હેતુથી શરૂઆત કરેલ તેમાં ગીર સોમનાથ જિલ્લા શાખા ના સહયોગથી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના ઉપક્રમે સિક્યુરિટી વિભાગ, મેનેજમેન્ટ સ્ટાફ સહિત સભ્યોને ટ્રેનિંગ તારીખ 21/07/2025 ના રોજ કેમ્પ યોજાયો જેમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિરેક્ટર તુષારભાઈ ઠક્કર, પ્રતીકભાઈ કોસ્ટી દ્વારા પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી જેમાં 350 થી વધુ ભાઈઓ બહેનો જોડાયા હતા.
આ તકે ગીર સોમનાથ જિલ્લા શાખા ના ચેરમેન અતુલભાઇ કાનાબાર ચેરમેન અમીનેટ્સ કિરીટભાઈ ઉનડકટ, ગિરીશ ઠક્કર, સમિર ચંદ્રાણી, અનિષ રાચ્છ, રાજુભાઈ પટેલ,ગીરીશભાઈ વોરા સહિતના સભ્યો સ્ટાફ જોડાયા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ