ગીર સોમનાથ, 22 જુલાઈ (હિ.સ.) વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસામાં વાહનચાલકોને તકલીફ ન પડે તે હેતુસર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલના દિશાનિર્દેશ અનુસાર કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લામાં માર્ગોના સમારકામનું યુદ્ધના ધોરણે કામ શરૂ છે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઉના હસ્તકના દાંડી થી આમોદ્રા રોડના પેચવર્કનું કામ પ્રગતિ હેઠળ છે. જ્યારે વેરાવળના દેદા થી વાવડી રોડના મેટલ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ચોમાસાની સ્થિતિમાં ગ્રામજનોને વાહનવ્યવહારમાં કોઈ અગવડતા ન પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ