ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા તથા તેમની ટીમ દ્વારા આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને રાખડી મોકલેલ તે પહેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર પહેરાવી અને રાખડી અર્પણ કરેલ.તેઓ મહિલાઓના મુક્તિ દાતા છે. આવીજ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ બાળકીના જન્મથી મરણ સુધીની અનેક યોજનાઓ લાવી અને બહેનોને સશક્ત બનાવેલ છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દિર્ઘાયુષ્ય બક્ષે એવા આશિષો સાથે રાખડીઓ મોકલેલ જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોતીયા, મમતાબેન મિશ્રા, આરતીબેન વણિક, ચંદ્રિકાબેન નિમાવત, કિરણબેન વઢવાણ, પાર્વતીબેન મહતો, નાથીમાં છેલાણા, જ્યોત્સનાબેન ટાંક, રેખાબેન કવા, શાંતાબેન પંડીયા, ચંદ્રિકાબેન માવદીયા, વિજયાબેન ડોડીયા. જનકબા, ધનકુવરબેન, રેવંતીદેવી વિગેરે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ વેરાવળમાં આવેલ ટાવર ચોક ખાતે રાખવામાં આવેલો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ