પ્રભારી સચિવ જેનુ દેવને જાંબુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી શાળામાં બાળકોના શિક્ષણ અને શિક્ષણ સંલગ્ન પ્રવૃત્તિઓ વિશેની જાણકારી મેળવી
ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) જિલ્લા પ્રભારી સચિવ જાંબુર ખાતે પહોંચ્યા ત્યારે પુલની બાજુમાં જ આવેલી પ્રાથમિક શાળાના બાળકોનું પ્રાર્થના ગીત સાંભળીને સચિવશ્રી અચાનક જ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યાં હતાં. પ્રભારી સચિવએ પ્રાથમિક શાળામાં બાળકોના શિક
જાંબુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી


ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) જિલ્લા પ્રભારી સચિવ જાંબુર ખાતે પહોંચ્યા ત્યારે પુલની બાજુમાં જ આવેલી પ્રાથમિક શાળાના બાળકોનું પ્રાર્થના ગીત સાંભળીને સચિવશ્રી અચાનક જ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યાં હતાં.

પ્રભારી સચિવએ પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણ તથા શિક્ષણ સંલગ્ન પ્રવૃત્તિઓ વિશેની જાણકારી મેળવી હતી.

સચિવએ બાળકોની અક્ષર, મૂળાક્ષરો ઓળખવાની ક્ષમતા તેમજ સરવાળા,બાદબાકી બોર્ડમાં લખીને તેને ઉકેલવાની બાળકોની ક્ષમતાની ચકાસણી પણ કરી હતી.

સચિવએ શાળામાં મળતાં શિક્ષણ અને બાળકોના કૌશલ્ય અને આવડતથી પ્રભાવિત થઈને શાળામાં સારું શિક્ષણ મળી રહ્યું છે તેઓ પ્રતિભાવ આપીને તેને આગળ વધારવા માટે અને શાળામાં ચાલી રહેલા સિવિલ વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોને સૂચના આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande