પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ભારત સરકારના મિશન શક્તિ યોજના હેઠળ બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત લેડી હોસ્પીટલ પોરબંદર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
લેડી હોસ્પીટલના ગાયનેક સ્ટાફ સાથે સંકલન કરી ગત શનિવારના રોજ જન્મેલ 12 દીકરીઓને દીકરી વધામણા કીટ અને વ્હાલી દીકરી યોજનાના ફોર્મ તેમજ માહિતી પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ સાયનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિમિષાબેન જોષી, “સંકલ્પ” ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનના સંધ્યાબેન જોષી, સખી વન સ્ટોપ સેન્ટરના શાંતિબેન અને કિરણબેનના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કીટ વિતરણની સાથે ધાત્રી માતાઓને વિવિધ દાતાઓના દ્વારા મળેલ ચોખ્ખા ઘીનો સિરો, પોષ્ટિક નાસ્તો અને દૂધ તમામને આપવામાં આવતો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya