આજના યુગમાં ટેક્નોલોજી એક સાધન નહીં પણ વ્યૂહરચના: ગાંધીધામમાં ટેક ક્રંચ સેમિનાર
ભુજ, 22 જુલાઈ, (હિ.સ.) અહીંની સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની વૂમન્સ વિંગ દ્વારા જીતો મહિલા વિંગ, ઈન્નરવ્હીલ ક્લબ અને મારવાડી યુવા મંચ જાગૃતિ શાખાના ઉપ્રકમે ટેક ક્રંચ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનાર દરમ્યાન ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપના ભવિ
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાયો સેમિનાર


ભુજ, 22 જુલાઈ, (હિ.સ.) અહીંની સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની વૂમન્સ વિંગ દ્વારા જીતો મહિલા વિંગ, ઈન્નરવ્હીલ ક્લબ અને મારવાડી યુવા મંચ જાગૃતિ શાખાના ઉપ્રકમે ટેક ક્રંચ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનાર દરમ્યાન ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપના ભવિષ્યની શોધખોળ બાબતે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

નાના વેપારીઓ પણ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકે

આ સેમિનારમાં દાયકા કરતાં પણ વધુ સમયથી રાજસ્થાન સરકાર સાથે સ્ટાર્ટઅપ એડવાઈઝર તરીકે જોડાયેલા વક્તા સી.એ. રોનક સિંઘવીએ ટેક્નોલોજી અને નવા વ્યવસાય મોડેલો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજના યુગમાં ટેક્નોલોજી એક સાધન નહીં પણ વ્યૂહરચના છે. સોશિયલ મીડિયા, ડેટા એનાલિસીસ, એ.આઈ. અને મોબાઈલ સોલ્યુશનનો ઉપયોગ કરીને નાના વેપારીઓ પણ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પણ ટેકનોલોજી વધારવા માટે સક્રિય

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બર માત્ર શહેરોમાં જ નહીં કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પણ ટેકનોલોજી વધારવા માટે સક્રિય છે. હસ્તકળા, ખેતી આધારિત વેપાર અને લોજિસ્ટિક ક્ષેત્રે ટેક્નોલોજીની મૂલ્યશૃંખલા સુધારવા ચેમ્બર સતત સક્રિય હોવાની નેમ વ્યક્ત કરી હતી. આ સેમિનાર તે જ દિશામાં આગવું પગલું હોવાનું જણાવ્યું હતું.

વ્યાપાર માત્ર ફિઝિકલ નહીં ડિજિટલ અને ડેટા આધારિત

માનદમંત્રી મહેશ તીર્થાણીએ કહ્યું હતું કે, ચેમ્બર વર્ષ દરમ્યાન ટેક આધારિત સેમિનાર, કૌશ્લ્ય કાર્યશાળા, ફાઈનાન્સિંગ અવેરનેસ સહિતના કાર્યક્રમોનું સતત આયોજન કરે છે. ઈનોવેશન આધારિત સ્ટાર્ટઅપ માટે જરૂરી ઈકોસિસ્ટમ બનાવવી એ ચેમ્બરની નીતિ હોવાનું કહ્યું હતું. મહિલા ઉદ્યોગકારો માટે પણ નવી દિશા ખૂલી છે, ત્યારે આ ક્ષેત્રે પણ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને વધ ને વધુ પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આવતીકાલનો વ્યાપાર માત્ર ફિઝિકલ નહીં ડિજિટલ અને ડેટા આધારિત છે.

મહિલાઓએ સવાલ જવાબો કર્યા

પ્રશ્નોત્તરી સત્રમાં ચેમ્બરની મહિલા વિંગના કન્વીનર ડો. સુરભિ આહીરે અને જાગૃતિ ઠક્કરે ફેશન ડિઝાઈનિંગ, ડિઝાઈન અને હેન્ડિક્રાફ્ટ જેવા ક્ષેત્ર અંગે સવાલ કર્યો હતો. સંચાલન વૂમન્સ વિંગના કન્વીનર મમતા આહુજાએ કર્યું હતું. જીતો મહિલા વિંગના પિંકી પારેખ, ઈન્નરવ્હીલ ક્લબના પ્રમુખ દીપ્તિ ધીરિયા, મારવાડી યુવા મંચ જાગૃતિ શાખાના સ્વીટિ ગોયલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande