યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ દ્રારા જૂનાગઢ ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની પ્રાચીન-અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધા યોજાશે
જૂનાગઢ 22 જુલાઈ (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશન, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારાઆયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત જૂનાગઢ ગ્રામ્
યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ દ્રારા જૂનાગઢ ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની પ્રાચીન-અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધા યોજાશે


જૂનાગઢ 22 જુલાઈ (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત, કમિશન, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારાઆયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર જિલ્લાકક્ષા પ્રાચીન-અર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધા યોજાનાર છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના ભાઈઓ/બહેનો ભાગ લઈ શકશે. રાસ તથા પ્રાચીન-અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મીનીટ નો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તીઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે અને સાથે સંગીતકાર ૪ રાખી શકાશે.

આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છુક ઉમેદવારોએ નિયત પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, બ્‍લોક નંબર ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ-૩૬૨૦૦૧, ફોન નં.૦૨૮૫ ૨૬૩૦૪૯૦ ખાતેથી ફોર્મ તથા વિગતવાર નિયમો રૂબરૂ અથવા ફેસબુક આઈડી Dydo junagadh પરથી મેળવી તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ખાતે પહોંચાડવાના રહેશે. અધુરી વિગત વાળા પ્રવેશપત્ર સ્વીકાર્ય રહેશે નહી, નિયત સમય મર્યાદામાં પ્રવેશપત્ર મોકલનારને સ્પર્ધાના તારીખ અને સ્થળની જાણ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande