જૂનાગઢ 12 જુલાઈ (હિ.સ.) માળીયાહાટીના ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે ખારેક ઉત્સવ નૂ આયોજન કરવામાં આવ્યું હતું માળીયા લોહાણા મહાજન પ્રેરીત શ્રી જલારામ મંદિર ખાતે ખારેક ઉત્સવ ઉજવાયો હતો
તેમાં સૌપ્રથમ જલારામ બાપાને શણગાર કરવામાં આવ્યો ત્યાર બાદ રઘુવંશી સમાજના બહેનો અને આજુબાજુના ધૂન મંડળ દ્વારા બહેનો દ્વારા રાસ ગરબા કીર્તન ભજન અને ધુનનું આયોજન કરાયું હતું તેમ જલારામ મંદિર ખાતે ભક્તિમય જવો માહોલ જોવા મળી રહ્યો હતો અને મહંત કનુ બાપા દ્વારા સાંજે 7:30 વાગ્યે જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ