અમરેલી 22 જુલાઈ (હિ.સ.) અમરેલી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ અંતર્ગત વર્તમાન વિકાસ સ્થિતિ અને વિકસિત પંચાયતના રોડમેપ સંદર્ભે વિશિષ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ, ઉપસ્થિત રહી અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે જણાવ્યુ કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સુચિત માર્ગદર્શિકાઓ મુજબ ગ્રામ પંચાયતોમાં વિવિધ ૯ થીમ અનુસંધાને વિકાસ કાર્ય સતત ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પાણી પુરવઠો, સફાઈ વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર, મહિલા સશક્તિકરણ, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નવા અભિગમ સાથે કામગીરી હાથ ધરવી જરૂરી બની છે. તેમણે વિસ્તૃત રીતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષના માપદંડો અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વર્કશોપમાં વિભિન્ન વિભાગોના અધિકારીઓ, બ્લોક લેવલ અધિકારીઓ, અને પંચાયત પ્રધાનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે દરેક ગામ પંચાયતને આવનારા સમયમાં વિકસિત પંચાયત તરીકે ઘોષિત કરવા દિશામાં આયોજનબદ્ધ અને પ્રમાણભૂત કામગીરી થવી જોઈએ. અધિકારીઓએ સ્થળ પર મળતા પડકારો અંગે પણ ચર્ચા કરી અને શક્યતાપૂર્વકનું ઉકેલ લાવવા સંકલ્પિત કામગીરી કરવાનો નિર્દેશ આપ્યો.
આવા વર્કશોપના આયોજનથી સરકારી યોજનાઓનો વિતરણ અને અમલ વધુ અસરકારક અને વિસ્તૃત બને તે ઉમેરણ અધિકારીશ્રીએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai